ICICI, HDFC અને SBIનું માર્કેટ કેપ ₹69,879 કરોડ વધ્યું

દેશની ત્રણ મોટી બેંકો – ICICI, HDFC અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના માર્કેટ વેલ્યુએશનમાં ગયા સપ્તાહના ટ્રેડિંગ બાદ રૂ. 69,879 કરોડનો વધારો થયો છે. આ દરમિયાન, શેરબજારમાં લિસ્ટેડ દેશની ટોપ-10 કંપનીઓમાંથી 4ના માર્કેટ કેપમાં રૂ. 81,151 કરોડનો વધારો થયો છે.

આમાં ICICI બેંક ટોપ ગેનર રહી. આ દરમિયાન પ્રાઈવેટ સેક્ટર લેંડરની માર્કેટ કેપ રૂ. 28,495 કરોડ વધીને રૂ. 8.90 લાખ કરોડે પહોંચી છે. અગાઉ કંપનીની વેલ્યુએશન 8.61 લાખ કરોડ રૂપિયા હતી. આ દરમિયાન ટેલિકોમ કંપની ભારતી એરટેલનું માર્કેટ કેપ પણ રૂ. 11,272 કરોડ વધીને રૂ. 9.72 લાખ કરોડ થયું છે.

ટેક સર્વિસ પ્રોવાઈડ કરતી કંપની ઈન્ફોસિસ છેલ્લા સપ્તાહમાં માર્કેટમાં ટોપ લૂઝર રહી. કંપનીનું માર્કેટ કેપ રૂ. 23,314 કરોડ ઘટીને રૂ. 7.80 લાખ કરોડ થયું છે.

તેમજ, દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 16,645 કરોડ રૂપિયા ઘટીને 18.39 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

આ સિવાય ઈન્ફોસિસ, ITC, હિન્દુસ્તાન યુનિલિવર, LIC સહિત કુલ 6 કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 76,621 કરોડનો ઘટાડો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *