રાજકોટ મનપા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત ત્રણેય ઝોન વિસ્તારનાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી.
જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ 53 વેપારીઓની તપાસ કરવામાં આવી હતી. દરમિયાન માત્ર 2.8 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી રૂપિયા 11,600 વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.