રાજ્યમાં હવે ઉનાળાના અંતના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે તેવામાં હવે કેરી અને કેરીના રસનું વેચાણ ટોચ પર છે તેવામાં મનપાએ કેરીનો રસ, મેંગો જ્યૂસ સહિતના નમૂના લીધા છે. આ સેમ્પલ જ્યૂસ પાર્લરથી માંડી કરિયાણાની દુકાન અને મોલમાંથી લેવામાં આવ્યા છે. મેંગો જ્યૂસ, મેંગો મિલ્ક શેક, કેરીનો રસ જેવી છૂટક વેચાતા કેરીના રસમાંથી બનેલા પદાર્થો ઉપરાંત ફ્રૂટી મેંગો ડ્રિંક, રિયલ મેંગો ફ્રૂટ ડ્રિંક, મેંગો મેરી ફ્રૂટ ડ્રિંક અને રિયલ ફ્રૂટ પાવર મેંગો ડ્રિંક સહિતના બ્રાન્ડેડ અને પેક્ડ પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. જોકે આ બધા નમૂનાના પરિણામ ચોમાસા બાદ આવશે.