સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ ત્રણેય ઝોનમાંથી કુલ 87 આસામીઓ પાસેથી 6.01 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. 2,067નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશ રૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 30 આસામીઓ પાસેથી 1.62 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.850નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 33 આસામીઓ પાસેથી 3.11 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. 950નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 24 આસામીઓ પાસેથી 1.28 કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.267નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.