વેસ્ટ બેંકમાં ઘૂસેલી ટેન્કો પર પથ્થરમારો

ઇઝરાયલ-હમાસ યુદ્ધનો આજે 24મો દિવસ છે. આ દરમિયાન ઇઝરાયલની સેનાની ટેન્કો પણ વેસ્ટ બેંકના જેનિન વિસ્તારમાં પ્રવેશી હતી. અહીં પેલેસ્ટિનિયનોએ ટેન્ક પર પથ્થરમારો કર્યો હતો. તે જ સમયે, ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, જેનિન બ્રિગેડના વડા, વાઈમ અલ હનોન ઇઝરાયલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા.

બીજી તરફ ઇઝરાયલની સેનાએ ગાઝામાં પોતાની જમીની ઘૂસણખોરી વધારી દીધી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના સૈનિકોએ રવિવારે દરોડા પછી ગાઝામાં પોતાનો ધ્વજ ફરકાવ્યો હતો. તે જ સમયે, ગાઝામાં લોકો ટોર્ચ લાઇટ સાથે કાટમાળમાં તેમનાં પ્રિયજનો અને ગુમ થયેલા સંબંધીઓના મૃતદેહોને શોધી રહ્યા છે.

તબીબો પણ અંધારામાં સારવાર કરી રહ્યા છે. વાસ્તવમાં યુદ્ધ શરૂ થયા બાદ 10 ઓક્ટોબરે ઇઝરાયલે ગાઝામાં વીજળીનો સપ્લાય બંધ કરી દીધો હતો. ત્યારથી લોકો અંધકારમાં જીવી રહ્યા છે. હોસ્પિટલોમાં પણ વીજળી નથી. સારવારમાં મુશ્કેલી છે. આ દરમિયાન અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું છે કે અમે યુદ્ધ લડવા માટે અમારા સૈનિકોને ઇઝરાયલ કે ગાઝા મોકલી રહ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *