એક્ટ્રેસ મનારા ચોપરાના પિતા રમણ રાય હાંડાનું 16 જૂનના રોજ અવસાન થયું હતું. આજે મુંબઈના જોશીવાડી વેસ્ટમાં આવેલા ઓશિવરા હિન્દુ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વરસતાં વરસાદમાં બંને દીકરીઓએ (મનારા અને તેની બહેન મિતાલી) અરથીને કાંધ આપી હતી.
મનારા અને મિતાલીએ પુત્ર તરીકેની ફરજ નિભાવી મનારાના પિતાના અંતિમ સંસ્કારના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ વીડિયોમાં, મનારા અને તેની નાની બહેન મિતાલી તેમના પિતાની અરથીને કાંધ આપી રહ્યા છે.
મનારા પોતાના પિતાને છેલ્લી વાર જોતી વખતે પોતાની જાતને કાબુમાં રાખી શકી નહીં. અંતિમ સંસ્કાર દરમિયાન તે રડતી રહી અને એક ક્ષણ માટે બેહોશ પણ થઈ ગઈ.