રાજકોટ નજીક કાલાવડ રોડ પર મેટોડા જીઆઇડીસીમાં કંપનીમાં ગાયોના વંડામાં ઘૂસી શખ્સ વાછરડી સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરતો હોવાની જાણ થતાં કંપનીના કર્મચારીએે સીસીટીવી ચેક કરતાં શખ્સ કૃત્ય આચરતો હોવાનું બહાર આવતા મેટોડા પોલીસે પશુ પ્રત્યે ઘાતકીપણા સહિતનો ગુનો નોંધી મૂળ બિહારનો અને હાલ મેટોડામાં કંપનીમાં કામ કરતો અને ત્યાંની ઓરડીમાં રહેતા શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના યુનિવર્સિટી રોડ પર એસ.એેન.કે. સ્કૂલ પાસે નંદી પાર્કમાં રહેતા અને મેટોડા જીઆઇડીસીમાં સાગર પોલિટેક્નિક લિ.માં નોકરી કરતા પ્રતિકભાઇ ધરમશીભાઇ વડુકરએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે મૂળ બિહારનો અને હાલ તેની કંપનીમાં મજૂરીકામ કરતો કારા કુમાર ધુરી ચૌહાણનું નામ આપ્યું હતું. પીઆઇ શર્મા સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસની પૂછતાછમાં આરોપી કારા કુમાર મૂળ બિહારી હોવાનું અને અપરિણીત હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.