ધોરાજી તાલુકા પોલીસ ઈંગ્લીશ દારૂ ની 58 બોટલો સાથે શખ્સ ને ઝડપ્યો, ભાડા કરાર વગર દુકાન ભાડે આપનાર વિરુદ્ધ ગૂનો નોંધી ને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ રેન્જ પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર યાદવ તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ ધોરાજી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં શરીર સબંધી ગુનાઓ તથા જુગાર-પ્રોહી જેવી ગેરકાયદેસર પ્રવૃતી વારંવાર કરતા અસામાજીક ઇસમોનુ લીસ્ટ તૈયાર કરી તે ઇસમોના રહેણાંક મકાને ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર વિજ જોડાણ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજ ના માર્ગદર્શન હેઠળ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એલ.આર.ગોહિલ તથા પો.સબ.ઇન્સ પી.જે.રાણા નાઓની રાહબરી હેઠળ ધોરાજી તાલુકાના સ્ટાફના માણસો તથા પી.જી.વી.સી.એલ. ધોરાજીના અધિ.શ્રી તથા તેના સ્ટાફના માણસો સાથે જેના વિરૂધ્ધ ધાક-ધમકીઓ આપવી, તથા વારંવાર મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ આચરતા તથા પ્રોહી.જુગારના ગેર કાયદેસર ધંધા સાથે સંકળાયેલ ગુનેગારો અને અન્ય કોઈ અસામાજીક પ્રવૃતિ કરતા ગુનેગારોનું લીસ્ટ તૈયાર કરવામાં આવેલ હોય જેઓના ઘરે ચેક કરતા પત્રક મુજબના ઇસમોને ત્યા વિજ જોડાણ ચેક કેરેલ છે તેમજ સુપેડી ગામે રમેશભાઇ ભીખાભાઈ રહે સુપેડી ગામ વાળાને ત્યા રેઇડ કરતા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૫૮ કિ.રૂ.૮૭૦૦/- મળી આવતા ગૂનો નોંધી ને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તથા મકાના ભાડૂઆત જાહેરનામા અનુસંધાને ધોરાજી તાલુકા ભુતવડ પાટીયા પાસે નીરવભાઇ રમેશભાઇએ ભાડા કરાર કર્યા વગર દુકાન ભાડા પેટે ચલાવા આપેલ જે અંગે ગુનો નોંધી ને તપાસ હાથ ધરવામાં આવી છે