રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઇડીસી પાસેથી જિલ્લા એસઓજીએ બિહારી શખ્સને 27 હજારની કિંમતના 2.795 કિ.ગ્રા.ગાંજા સાથે ઝડપી લઇ તેની પાસેથી ગાંજો અને મોટરસાઇકલ કબજે કરી પૂછતાછ કરતાં ઉત્તરપ્રદેશનો શખ્સ ડિલિવરી કરી ગયાનું રટણ કરતાં પોલીસે વધુ પૂછતાછ કરવા તેમજ વધુ એક શખ્સને પકડી લેવા તેમજ આરોપીની વધુ પૂછતાછ કરવા રિમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરતાં કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતાં પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.
મેટોડા જીઆઇડીસી પાસે માદક પદાર્થનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠતા જિલ્લા એસઓજીની ટીમે વોચ ગોઠવી શંકાસ્પદ મોટરસાઇકલ સવાર શખ્સને અટકાવી તેની પૂછતાછ કરતા તે મેટોડામાં અંજલિ પાર્કમાં રહેતો અને મૂળ બિહારનો પંકજકુમાર મદનકુમાર ગોડ અને મજૂરીકામ કરતો હોવાનું જણાવતા પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી 2.795 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો મળી આવતા લોધિકા પોલીસ હવાલે કરતાં પીએસઆઇ જાડેજા સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપી પંકજકુમારની ધરપકડ કરી તેની પાસેથી ગાંજો, મોટરસાઇકલ સહિત 77 હજારની મતા કબજે કરી તેની પૂછતાછ કરતા તેને ઉત્તરપ્રદેશનો ભોલા નામનો શખ્સ ડિલિવરી કરી ગયાનું રટણ કરતા પોલીસે આરોપીની પૂછતાછ માટે રિમાન્ડની માંગ સાથે કોર્ટ હવાલે કરતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે કાર્યવાહી કરી છે.