કુવાડવા પોલીસ મથકના વિસ્તારમાં એક શખ્સ ગોડાઉનની છત પર ચડી હથિયારમાંથી ફાયરિંગ કરતો હોવાનો વીડિયો વાઇરલ થતા પીએસઆઇ વરૂ સહિતના સ્ટાફે તપાસ કરતાં ફાયરિંગ કરનાર નવાગામ આણંદપર મફતિયાપરામાં રહેતા અને દૂધનો વેપાર કરતો અજય ઉર્ફે અજુ જવણભાઇ ઝાપડા હોવાનું બહાર આવતા પોલીસે અજયની અટકાયત કરી તેની પાસેથી તેની પરવાનાવાળી રિવોલ્વર કબજે કરી પૂછતાછ કરતા તેને અગાઉ હથિયાર લીધા બાદ ચેક કર્યું ન હોય જેથી તા.3-2ના રોજ નવાગામ હાઇવે પર જગદીશભાઇના ગોડાઉનની છત પરથી પોતાના પરવાનાવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યાનું તેમજ વીડિયો ઉતારી કોણે ફાયરિંગ કર્યા તે અંગે કંઇ જાણતા ન હોવાનું રટણ કરતાં પોલીસે તેની સામે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યા સહિતનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી કરી છે.