રાજકોટ જિલ્લા પોલીસે અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત પોલીસ વડાના 100 કલાકના અલ્ટીમેટમ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લાના 23 પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ-જુગાર, શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી અને ગેરકાયદેસર ખનન કરતા 340 શખ્સોની યાદી તૈયાર કરવામાં આવી છે.
PGVCL સાથે સંકલનમાં રહીને 71 આરોપીઓના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં રૂ.35.14 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. પ્રોહિબિશનના બુટલેગરો અને માથાભારે શખ્સો સામે 10 પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.
40 શખ્સો વિરુદ્ધ પાસાની દરખાસ્ત મૂકવામાં આવી છે. 89 શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 93, 23 શખ્સો વિરુદ્ધ BNS 141, 15 શખ્સો વિરુદ્ધ BNS 126 અને 6 શખ્સો વિરુદ્ધ કલમ 129 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.