55 લાખની છેતરપિંડીના ગુનામાં મહારાષ્ટ્રનો શખ્સ ઝડપાયો

રાજકોટમાં શેર માર્કેટના નામે બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂપિયા 55 લાખની છેતરપિંડીના ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસની ટીમે મહારાષ્ટ્રમાંથી એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. પિયુષ રાજેન્દ્ર સોનવણેએ તેના નામે પ્રોપરાઇટર તરીકેની બોગસ પેઢી ઉભી કરી હતી તેમજ તે પેઢીના નામે કરંટ બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરાવ્યા હતા.

શેર માર્કેટના નામે ફેક એન્ડ્રોઈડ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી રોકાણના નામે અલગ-અલગ ખાતાઓમા રૂ.55,00,594 જેવી રકમની છેતરપીંડીના ગુન્હામા સાયબર ક્રાઇમ પોલીસે મહારાષ્ટ્રના જલગાવના સતારામાંથી 1 શખ્સને દબોચી લીધો છે. આરોપીઓએ તેના નામે પ્રોપરાઇટર તરીકેની બોગસ પેઢી ઉભી કરી તેમજ તે પેઢીના નામે કરંટ બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરી ગુન્હો કર્યો હતો. જોકે પોલીસે આ શખ્સને ઝડપી પાડયો છે.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેંદ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ અને સ્પેશીયલ બ્રાંચ ડો.પાર્થરાજસિંહ ગોહીલ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમીશ્નર સી.એમ. પટેલની રાજકોટ શહેરના નાગરીકો સાથે થયેલ સાયબર ફ્રોડના કીસ્સામા આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવેલી હોય આઈ.પી.સી. ની કલમ 406, 420 તથા આઇટી એકટ ની કલમ 66(ડી) મુજબના ગુનામાં સાયબર ફ્રોડના નાણા ફેરવતા પિયુષ રાજેન્દ્ર સોનવણે ( ઉ.વ. 34 રહે. કોલીવાડા, જુના સતારા, તા.ભુસાવલ, જી.જલગાવ મહારાષ્ટ્ર) ને તેના વતનથી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *