હાઇ કોન ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ દ્વારા આજે મહારક્તદાન કેમ્પ

શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટના સહયોગથી તા.10મીને મંગળવારે સવારે 10થી સાંજે 6 સુધી જી-1321, કડવાણી ફોર્જની પાછળ, કિસાન ગેટ નં.3, જીઆઇડીસી મેટોડા, કાલાવડ રોડ રાજકોટ ખાતે યોજાશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ યુ.એન. મહેતા હોસ્પિટલના હાર્ટના દર્દીઓના લાભાર્થે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. આ ઉપરાંત શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટના સહયોગથી રક્તદાન કેમ્પ, ચક્ષુદાન, દેહદાન, ત્વચાદાન જાગૃતિ કેમ્પ પણ યોજાશે.

મોટી સંખ્યામાં રક્તદાન કરવા જણાવાયું છે. આ કેમ્પમાં યુ.એન. મહેતા હોસ્પિટલના એમડી પેથોલોજિસ્ટ તબીબોની ટીમ સેવા આપશે. કિરણભાઇ વાછાણી, આત્મનભાઇ વાછાણી સહિતના સહયોગ આપશે. આ કેમ્પનો લાભ લેવા લોકોને અનુરોધ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *