રાજકોટમાં 7 ડિસેમ્બર સુધી લોકવાર્તા

રાજકોટ શહેરનાં હેમુગઢવી હોલ ખાતે આજથી તારીખ 7 ડિસેમ્બર સુધી રાજ્યકક્ષાનાં યુવા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજકોટનાં મેયર નયનાબેન પેઢાડિયાનાં હસ્તે આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. મહોત્સવમાં લોકવાર્તા, દુહા-છંદ તેમજ ચોપાઈ સહિતની જુદી-જુદી 40 જેટલી સ્પર્ધાઓ આગામી 3 દિવસ દરમિયાન યોજાશે. આ મહોત્સવમાં અલગ-અલગ સ્પર્ધાનાં મળીને કુલ 800 કરતા વધારે સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. જેમાં તમામ સ્પર્ધાઓમાં ઝોનકક્ષાએ આવનાર પ્રથમ તેમજ દ્વિતીય વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવનાર છે.

પ્રાપ્ત વિગત મુજબ, આ યુવા મહોત્સવ અંતર્ગત તા. 5 ડિસેમ્બરનાં રોજ લોકનૃત્ય, સમૂહગીત, હળવું સંગીત, એકપાત્રીય અભિનય, એકાંકી, લગ્નગીત, લોકગીત, ભજન, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), શાસ્ત્રીય કંઠ્ય સંગીત (કર્ણાટકી), એગ્રો પ્રોડક્ટ, વિજ્ઞાન મેળો, ટેક્ષ ટાઈલ્સ, હેન્ડીક્રાફ્ટ અને સર્જનાત્મક સ્પર્ધાઓ યોજાશે. જ્યારે 6 ડિસેમ્બરનાં કથ્થક, ભરતનાટયમ, કુચિપુડી, ઓડીસી, મણીપુરી, લોકવાદ્ય સંગીત, તબલા, હાર્મોનિયમ (હળવું), સીતાર, ગીટાર, મૃદગમ અને વીણા સ્પર્ધાઓ યોજાશે. તેમજ 7 ડિસેમ્બરનાં રોજ વાંસળી, વકતૃત્વ, શીઘ્ર વકતૃત્વ, ડિકલેમેશન, લોકવાર્તા તેમજ દુહા-છંદ-ચોપાઈ, નિબંધ, પાદપુર્તિ, સ્ટોરી રાઈટીંગ, કાવ્ય લેખન-વાંચન, ગઝલ-શાયરી લેખન, ચિત્રકલા, પોસ્ટર મેકિંગ સહિત જુદી-જુદી 40 સ્પર્ધાઓ યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *