જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા તોતિંગ ટોલચાર્જ મુદ્દે સ્થાનિકોમાં રોષની લાગણી

જેતપુર પાસે આવેલ પીઠડીયા ટોલ પ્લાઝા દ્વારા લોકલ વાહન ચાલકોના ટોલ ચાર્જમાં કરેલ 150 ગણો વધારો બે દિવસમાં પાછો ખેંચવા બાબતે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશન અને ચેમ્બર્સ ઓફ કોમર્સ આપેલ ઉગ્ર આંદોલનની ચીમકીને વીસ દિવસ થઈ ગયા હોવા છતાં ભાવ વધારો યથાવત જ રહેતા આ બંને સંસ્થા પાણીમાં બેસી ગઈ હોવાનો લોકલ વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે.

એકબાજુ જેતપુરથી રાજકોટ સીક્સ લેન રોડની કામગીરી ચાલી રહી છે જેને કારણે દરરોજ જેતપુરથી રાજકોટ વચ્ચે ઠેરઠેર વાહન ચાલકોને ટ્રાફિકજામનો સામનો કરવો પડી રહ્યો છે. અને જેતપુરથી રાજકોટ અવરજવરમાં દોઢ કલાકને બદલે ત્રણથી ચાર કલાકનો સમય લાગવાથી સમય અને ઇંધણ બંનેની બરબાદી થઈ રહી છે. આવા સમયે બન્ને શહેરો વચ્ચે આવતા પીઠડીયા અને ભરૂડી ટોલ પ્લાઝા બંધ કરી દેવા જોઈએ તેને બદલે ટોલ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.

જેમાં જેતપુર પાસે આવેલ પીઠડીયા ટોલ પ્લાઝાએ લોકલ વાહન ચાલકો પાસેથી 10 રૂપિયા ટોલ ચાર્જ હતો તેમાં વીસેક દિવસથી દોઢસો ગણો વધારો કરવામાં આવ્યો છે પેલા લોકલ વાહન ચાલકોને અવરજવરના 20 રૂપિયા ટોલ ચાર્જ થતો હવે અવરજવરના 55 રૂપિયા થાય છે.

ટોલ પ્લાઝા દ્વારા કરવામાં આવેલ આ છપરફાડ વધારા સામે 24 એપ્રિલે ડાઇંગ એસોસિએશન અને ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા પીઠડીયા ટોલ પ્લાઝાએ જઈ ભાવ વધારો પાછો ખેંચવા આવેદનપત્ર આપી બે દિવસમાં ભાવ વધારો પાછો નહિ ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી મારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *