LOC ડેટા માટે હવે APAR ID ફરજિયાત નહીં

કેન્‍દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા શૈક્ષણિક સત્ર 2025-26 માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓની લિસ્ટ ઓફ કેન્ડિડેટ્સ (LOC) સબમિટ કરતી વખતે અપાર આઇડી (APAR-ઓટોમેટેડ પર્મેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી આઇડી) ફરજિયાત ન રાખવાનો નિર્ણય લેવાયો છે. હવે સ્કૂલોને આ પ્રક્રિયામાં આંશિક છૂટ આપવામાં આવશે.

CBSEએ સ્પષ્ટ કર્યું છે કે, અપાર આઇડી ‘વન નેશન, વન સ્ટુડન્ટ આઇડી’ પહેલનો હિસ્સો છે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) સાથે સંકળાયેલ છે. તે દરેક વિદ્યાર્થીને જીવનભર માટે માન્ય શૈક્ષણિક ઓળખ આપે છે, જેનાથી શૈક્ષણિક રેકર્ડ સુરક્ષિત અને સરળતાથી ટ્રાન્સફર થઈ શકે છે.

પરંતુ, ઘણા રાજ્યોની સ્કૂલો દ્વારા CBSEને રજૂઆત કરવામાં આવી છે કે ડેટા મર્જિંગ, આધાર રેકર્ડમાં તફાવત, અપડેટ માટે સમયનો અભાવ અને વાલીઓની મંજૂરી નહીં મળવી જેવી સમસ્યાઓને કારણે વિદ્યાર્થીઓની APAR ID જનરેટ કરવામાં તકલીફો આવી રહી છે.

જો વાલીઓ મંજૂરી નહીં આપે તો LOCમાં ‘અસ્વીકાર’ લખવું CBSEએ કહ્યું છે કે, જો વાલીઓ મંજૂરી નહીં આપે તો LOCમાં ‘અસ્વીકાર’ લખવું અને જો અન્ય કારણસર ID ન બને તો ‘નોજેન’ દર્શાવવું. બાકી તમામ કિસ્સામાં અપાર આઇડી ફરજિયાત રહેશે. બોર્ડે સ્કૂલોને સમયસર અને સચોટ રીતે LOC સબમિટ કરવાની ચેતવણી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *