પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે કાલાવાડ રોડ મોચીના શો રૂમ પાસે રોડ ઉપર મોહીત વરૂ નામનો શખસ પોતાના મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચોમાં રન ફેરના સોદાઓ થઇ શકે તે માટે લાઇવ કસીનોની રમતમાં અન્ય લોકોને જુગાર રમવાની આઈડી ફોરવર્ડ કરી જુગાર રમાડે છે તેવી ચોકકસ બાતમીના આધારે દરોડો પાડી મોબાઇલ ફોન લઇને ઉભેલ શખસની અટક કરી તેનું નામ પુછતા પોતે પોતાનુ નામ મોહીત અનિલ વરૂ (ઉ.વ.37) જણાવ્યું હતું.
આરોપીના હાથમાં રહેલ મોબાઇલ ફોન જોતા ઓન સ્ક્રીન નામની આઇ.ડી. જોવામાં આવેલ જેમાં બેલેન્સ 32.74 લાખ જોવામાં આવેલ હતી. તેમજ અલગ-અલગ સાંકેતીક ભાષામાં નામ જોવામાં આવેલ હતા. જે બાબતે તેને પુછતા જણાવેલ કે, પોતે માસ્ટર આઇ.ડી.માંથી મેચોમાં રન ફેરના સોદાઓ થઈ શકે તે માટે અન્ય લોકોને જુગાર રમવાની આઈડી ફોરવર્ડ કરી આઈડીના રૂપીયા લઇ જુગાર રમી રમાડે છે. જેથી અરોપીની ધરપકડ કરી 80 હજારનો મોબાઈલ કબ્જે કરી આઈડી આપનાર બુકીનું નામ ખોલાવવા પૂછતાછ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, હાલ પકડાયેલ શખસના મોબાઈલમાંથી મળેલ નંબર ઇન્ટરનેશનલ હોય જેથી માસ્ટર આઈડી બહારના દેશમાંથી પણ મેળવી હોવાની શક્યતાના આધારે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.