સેન્ટ્રલ GST અધિકારીના ઘરમાં ચોરી કરનાર તસ્કરની LCB ઝોન 2 ટીમે 3.86 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી

રાજકોટના એરપોર્ટ રોડ પર ઇન્કમટેક્સ સોસાયટીમાં રહેતા સેન્ટ્રલ જીએસટી અધિકારીના ઘરમાંથી લાખોના ઘરેણ અને રોકડની ચોરીના ગુનામાં એક આરોપીને રાજકોટ LCB ઝોન 2 ટીમે ઝડપી પાડ્યો છે. શિવદાસ મેનને ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પરિવાર સાથે દ્વારકા અને સોમનાથ દર્શનાર્થે ગયા હતા ત્યારે પાછળથી તેના બંધ મકાનમાંથી ચોરી થઇ હતી તેઓ પ્રવાસથી પરત આવ્યા ત્યારે ચોરીની જાણ થઇ હતી. ફરિયાદ આધારે પોલીસે અલગ અલગ 100થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાંથી એકાદ-બે કેમેરામાં શકમંદો કેદ થયા હતા. બે તસ્કર પગપાળા જતા જોવા મળ્યા હતા તેનું પગેરું મેળવતા બંને બસ સ્ટેશન પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

જેની તપાસ કરતા એક પછી એક કડી મળતી ગઇ હતી અને એલસીબી ઝોન-2ની ટીમે બાતમી આધારે માધાપર ચોક આગળ મોરબી બાયપાસ પુલ પાસેથી કૈલાશ મઘા ચાંગાવડીયા (ઉ.વ. 30) ને દબોચી લીધ હતો. પોલીસે આરોપી પાસેથી સોનાના દાગીના બંગડી, ચેઇન, બે મોંઘી કાંડા ઘડીયાળ, એક મોબાઇલ, 40 હજાર રોકડા મળી રૂ.3,86,000નો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળેલ કે તે શાકભાજીનો ધંધો કરે છે તે પોતાના સાથી આરોપી કિશોર વારૈયા સાથે મળી ચોરી કરી હતી. આરોપી પહેલા દિવસ દરમ્યાન બંધ મકાનોની રેકી કરતા અને રાત્રી દરમિયાન ચોરીને અંજામ આપતા પોલીસે સહ આરોપી કિશોર વારૈયાના ગુનાહિત ઇતિહાસની તપાસ કરતા જાણવા મળેલ કે મારામારી, ચોરી સહિત પાંચ ગુના કિશોર સામે અગાઉ નોંધાઇ ચુક્યા છે હાલ કિશેરને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *