જેતપુર-જૂનાગઢ હાઈવે પર LCBનો દરોડો

ખાદ્ય-પદાર્થો, ચીજવસ્તુઓ અને ડેરી પ્રોડક્ટમાં સમાવિષ્ટ પનીર, ઘી, મીઠાઈ અને દૂધમાં મોટાપાયે ભેળસેળના સમાચારો અનેક વખત સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક વખત જેતપુર-જૂનાગઢ નેશનલ હાઈવે પર આવેલી સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં એલસીબીએ દરોડો પાડી માહી ડેરીના ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ પાણી મિક્સ કરવાનું કારસ્તાન ઝડપી પાડી 6 શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ LCB પીઆઈ વી.વી. ઓડેદરા અને ટીમે જેતપુર-જૂનાગઢ હાઈવે ઉપર આવેલ સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં પાછળના ભાગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. માહી ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરતા જૂનાગઢના હીરાભાઈ ગોવિંદભાઈ કલોતરા, જસભાઈ ગોવિંદભાઈ કલોતરા, અર્જુનભાઈ રમેશભાઈ ભારાઈ, જેતપુરના ભીખુભાઈ ઘેલાભાઈ રામાણી, વારાણસીના બલીરામ લાલબહાદુર વિશ્વકર્મા અને રાજુ ગુલાબભાઈ યાદવની ધરપકડ કરી હતી. જ્યારે જૂનાગઢના બાલુ ઉર્ફે ઘેલીયો પરબતભાઈ કોડિયાતરની સંડોવણી ખૂલતા તેની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *