લો કોલેજના વિદ્યાર્થીનું અપહરણ કરી મારમાર્યો

શહેરમાં પોલીસની ધાક ગુનેગારો પર ઢીલી પડી હોય તેમ સરાજાહેર કિસાનપરા પાસેથી લો કોલેજના વિદ્યાર્થીનું બાઇકમાં અપહરણ કરી ભીચરી લઇ જઇ છ શખ્સે મારકૂટ કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ કરતા એ.ડિવિઝન પોલીસે યુવકનો મિત્ર પ્રેમલગ્ન કરી યુવતી સાથે નાસી ગયો હોય જેમાં મિત્રની મદદ કરી હોય જેનો ખાર રાખી મિત્રના ભાઇ સહિતના શખ્સોએ અપહરણ કરી મારકૂટ કરી હોવાનું બહાર આવતા પોલીસે છ શખ્સ સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

મૂળ ચોટીલાના ધારેય ગામના અને હાલ કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસેના િનરાંતનગરમાં રહેતા અને યાજ્ઞિક રોડ પર લો કોલેજમાં અભ્યાસ કરતા રાકેશ ડાયાભાઇ સાગઠિયાના મિત્ર અશોક ગમારાને તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા હોય સલાહ લીધી હતી. બાદમાં તેને એડવોકેટની ઓફિસે ડોક્યુમેન્ટ આપવા માટે સલાહ આપી હોય અને લગ્ન કરી લીધા બાદ મિત્ર અને તેની પ્રેમિકાને કારની વ્યવસ્થા કરી આપી અમદાવાદ મૂકી આવ્યા હતા.

દરમિયાન વાતની જાણ થતા તેના મિત્ર અશોક ગમારાનો મોટો ભાઇ જયરાજ બાઇક સાથે કિસાનપરામાં આવ્યો હતો અને મને કહ્યું તું અમારી સાથે ચાલ અને મારા ભાઇએ લગ્ન કરી લીધા હોય તેમાં આપણે બન્ને સામિલ નથી તેમ કહી દે જેથી મારી પાસે ગોપાલભાઇનું એક્ટિવા હોય તેને આપીને આવું તેમ કહેતા જયરાજ ઉશ્કેરાયો હતો અને તું મારી સાથે આવ હું અમારી ભરવાડ જાતનો અસલ રંગ તને બતાવું ? આવી ધમકી આપી તેને બાઇકમાં બેસાડી પંચનાથ મંદિર પાસે ચાની હોટેલ પાસે લઇ જઇ ત્યાં બાઇક બદલાવી તેના માસિયાઇ ભાઇ કેવલને સાથે લઇને ભીચરીની સીમમાં લઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *