વર્ષમાં એક તૃતીયાંશ લાર્જ કેપ ફંડોમાં બેન્ચમાર્ક કરતાં શ્રેષ્ઠ રિટર્ન

હાલમાં જ સ્મોલ અને મિડ કેપ શેરોમાં તોફાની વધઘટને પગલે આવા ફંડોમાં રોકાણ અંગે સાવેચતીના સૂરને કારણે લાર્જ કેપ ફંડો ફરી પ્રકાશમાં આવ્યા છે. મુખ્ય આંકની સ્થિર ચાલને પગલે લાર્જ કેપ શેરોમાં બે આંકડામાં વળતર છેલ્લા એક વર્ષમાં જોવાયું છે. કેટલાક ફંડોએ બેન્ચમાર્ક કરતાં પણ વધુ સારી કામગીરી છેલ્લા એેક વર્ષમાં નોંધાવી છે. લાર્જ કેપ ફંડો મુખ્યત્વે બ્લુ ચીપ કંપનીઓમાં રોકાણ કરતા હોય છે અને છેલ્લા કેટલાક સમયથી આવી કંપનીઓની કામગીરી સ્થિર રહી છે. આમ છતાં એક તૃતીયાંશથી વધુ લાર્જ કેપ ફંડોએ છેલ્લા એક વર્ષમાં બેન્ચમાર્ક કરતાં વધુ સારું વળતર રોકાણકારોને આપ્યું છે.

આ ગાળામાં જે ફંડોએ બેન્ચમાર્ક કરતાં સારી કામગીરી નોંધાવી છે તેમાં નિપ્પોન લાર્જ કેપ ફંડમાં એક વર્ષમાં 20.07 ટકા વળતર મળ્યું છે. આ ઉપરાંત એચડીએફસી ટોપ 100 યોજનામાં 16.60 ટકા, એડલવાઇઝ લાર્જ કેપમાં 14.90 ટકાનું રિટર્ન નોંધાયું છે. એડવાઇઝર ખોજના કો- ફાઉન્ડર દૈપાયન બોસનું કહેવું હતું, લાર્જ કેપ ફંડ વધુ સુરક્ષીત પૂરવાર થતાં હોય છે. એનું કારણ ફંડોનો ટ્રેડ રેકોર્ડ, મજબૂત બિઝનેસ મોડલ અને કંપનીઓની ભાવિ વિકાસ યોજનાઓને કારણે વેલ્યૂએશનમાં વૃદ્ધિની શક્યતા છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન ફંડોની કામગીરીને જોઇએ તો નિપ્પોન ઇન્ડિયા લાર્જ કેપ ફંડે બેન્ચમાર્ક કરતાં 6 ટકા વધુ એટલે કે 27.08 ટકાનું વળતર આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *