આટકોટ રાજકોટ ભાવનગર હાઈવે પર આટકોટ નજીક મોટો ભૂવો પડ્યો હતો અને વાહન ચાલકોને ચેતવવા માટે પથ્થરોની આડશ મૂકવી પડી હતી જો કે આ રીતે હાઇવે પર આડશ મૂકવી એ પણ ખતરાથી ખાલી તો નથી જ. જાગૃત નાગરિકોએ આ રીતે ચેતવણી આપી સંભવિત અકસ્માત ટાળ્યો હતો. હાઈવે પર મોટા ખાડા અને તેમાં પાણી ભરાઈ ગયા છે. છતાં તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતો નથી અને તંત્રે માત્ર મોરમ નાખી ઇતિશ્રી માની લીધું હતું.
અન્ય બનાવમાં કોઠારિયા રોડ પાસે સોમનાથ સોસાયટીમાં રહેતા પૂંજાભાઈ વલ્લભભાઈ સાપરિયા(ઉ.વ.56) નામના પ્રૌઢનું સવારના નવેક વાગ્યા આસપાસ મોટી ટાંકી ચોક પાસે બંધાઈ રહેલ મકાનમાં તેઓ જ્યારે ચણતર કરતા હતા ત્યારે અકસ્માતે ત્રીજા માળેથી પટકાયા હતા. ઇજાગ્રસ્ત સ્થિતિમાં કોન્ટ્રાકટર અભિષેકભાઈ પોપટે પ્રૌઢને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોક છવાયો છે.