સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરીકામ

રાજકોટ તાલુકાની સરકારી શાળાના વિદ્યાર્થીઓ કામ કરતા વીડિયો સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ આચાર્યની કાર સાફ કરતા હોવા ઉપરાંત સાવરણી લઇ સફાઈ કરતા હોવાનો વીડિયો સામે આવતા ચકચાર મચી છે. ત્યારે શું આ રીતે ભણશે ગુજરાત તે પ્રકારના સવાલો અહીં ઉભા થયા છે. આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી સ્કૂલના આચાર્ય સામે કડક કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે.


રાજકોટનાં મધરવાડા સરકારી સ્કૂલમાં નાના ભુલકાઓ પાસે મજૂરી કરાવતા હોવાના ચોંકાવનારા વીડિયો સામે આવ્યા છે, ત્યારે આ બાબતે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપુતે જણાવ્યું હતું કે, મઘરવાડા પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓ પાસે પ્રિન્સિપાલની ગાડી સાફ કરવાનો, માટીના ઢગલા ઉપાડવવાનો અને વાસણ સાફ કરાવતા હોવાનો વાયરલ વીડિયો સામે આવ્યો છે. શ્રમિકોનું કામ નાના ભૂલકાઓ પાસે કરાવવામાં આવે તે શિક્ષણજગત માટે શરમજનક અને કલંકિત છે. સરકાર શાળાઓને તમામ નાના મોટા કામો અર્થે અલગ અલગ ગ્રાન્ટો આપે છતાં જે કામ શ્રમિકો પાસે કરાવવાનું હોય તે નાના ભૂલકાઓ પાસેથી કરાવે તેની સીધી અસર નાના બાળકોની માનસિકતા અને સ્વાથ્ય પર ગંભીર છેડાં સમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *