કોઠારિયા સોલવન્ટનો તસ્કર અને ગંજીવાડાનો શખ્સ પાસામાં ધકેલાયા

શહેરમાં ગુનાખોરી અટકાવવા અંગે પોલીસ કમિશનરએ વધુ એક મવડીના તસ્કર અને ગંજીવાડાના માથાભારે શખ્સ સામે પાસાનું વોરંટ ઇસ્યૂ કરતા પોલીસે બન્ને શખ્સની અટકાયત કરી જેલહવાલે કરવાની કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોઠારિયા સોલવન્ટ પાસેના શીતળાની ધાર પર રહેતો અને ચોરી સહિતના એક ડઝન જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો ભરત પોપટભાઇ પરમાર સામે માલવિયાનગર પોલીસે પાસાની દરખાસ્ત મૂકતા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પાસાનું વોરંટ ઇસ્યૂ કરતા પીઆઇ દેસાઇ સહિતે ભરતની અટકાયત કરી તેને ભુજ જેલહવાલે કરવાની કાર્યવાહી કરી છે. જ્યારે ગંજીવાડામાં રહેતો અને મારામારી, ધમકી સહીતના 9 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો સાગર બાલાભાઇ બાવરિયા સામે પાસાનું વોરંટ ઇસ્યૂ કરતા થોરાળા પોલીસ મથકના પીઆઇ વાઘેલા સહિતે તેની અટકાયત કરી તેને સુરત જેલહવાલે કરવાની કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *