અમદાવાદમાં ‘રાજકોટના રાજા’નો જબરદસ્ત ક્રેઝ!

સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સિકંદર’ ઈદ પર રિલીઝ થઈ રહી છે. 25 માર્ચથી ફિલ્મનું એડવાન્સ બૂકિંગ શરૂ થઈ ગયું છે. એવામાં અમદાવાદમાં ફિલ્મને લઈ જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ટિકિટનો ભાવ ₹100થી લઈને ₹1200 સુધી છે, છતાંય સૌથી મોંઘી ટિકિટો ધડાધડ ભરાવા લાગી છે. એટલું જ નહીં ઘણા બધા શો તો બૂકિંગ ખુલતાની સાથે જ હાઉસફૂલ થઈ ગયા હતા.

‘રાજકોટના રાજા’નો જબરજસ્ત ક્રેઝ! લગભગ અઢી વર્ષ પછી સલમાન ખાન ઈદના દિવસે કમબેક કરી રહ્યો છે. એટલા માટે ભાઈજાનના ફેન્સ તેને થિયેટરમાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. અમદાવાદમાં ‘સિકંદર’ની સૌથી મોંઘી ટિકિટનો ભાવ ₹1080 છે, છતાંય તે ઓલ મોસ્ટ હાઉસફૂલ થઈ ગયો છે. ગુજરાતના અન્ય શહેરોમાં સુરતની વાત કરવામાં આવે તો ફિલ્મની સૌથી મોંઘી ટિકિટ ₹1220ની છે. જ્યારે વડોદરામાં શોની સૌથી મોંઘી ટિકિટ ₹620ની છે. આટલી મોંઘી ટિકિટ હોવા છતાં વડોદરામાં શો હાઉસફૂલ થઈ રહ્યા છે.

જો ‘સિકંદર’ની સૌથી મોંઘી ટિકિટ વિશે વાત કરવામાં આવે તો તે દિલ્હી અને મુંબઈમાં છે. દિલ્હીમાં સૌથી મોંઘી ટિકિટનો ભાવ ₹2200 છે. જ્યારે બોલિવૂડ નગરી મુંબઈની વાત કરીએ તો ત્યાં સૌથી મોંઘી ટિકિટનો ભાવ ₹2210 છે. ટિકિટોનો ભાવ ₹2000 સુધીનો છે છતાંય થિયેટરો એડવાન્સ બૂકિંગમાં હાઉસફૂલ થઈ રહ્યા છે. ‘સિકંદર’ના એડવાન્સ બૂકિંગનો ક્રેઝ જોતા જ ફિલ્મની કમાણીનો અંદાજ લગાવી શકાય છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ સુપરહિટ સાબિત થાય તો પણ એમાં કોઈ નવાઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *