ખીચડી સરકારની રામાયણ શરૂ!

મોદી સરકારના શપથગ્રહણની નવી તારીખ ગુરુવારે (6 જૂન) આવી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, મોદી 9 જૂને સાંજે 6 વાગ્યે શપથ લઈ શકે છે. અગાઉ 8 જૂને શપથ લેવાની વાત હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણીમાં ભાજપે જીતેલા તમામ મંત્રીઓનું આ વખતે પણ પુનરાવર્તન થશે. મંત્રીપદની યાદીમાંથી વિવાદ સાથે જોડાયેલા ચહેરાઓનાં નામ હટાવવામાં આવી શકે છે. પાર્ટી ચૂંટણી હારેલા સ્મૃતિ ઈરાની અને રાજીવ ચંદ્રશેખરને વધુ એક તક આપી શકે છે. તેમને ફરી મંત્રીપદ મળી શકે છે.

હવે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે BJPએ નીતિશની પાર્ટીએ કરેલી માગણીને સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી છે. ઉપરાંત નાના પક્ષોનો તો સંપર્ક કરવાનું પણ શરૂ કરી દીધું છે.

દિલ્હીમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તેમાં અમિત શાહ અને રાજનાથ સિંહ પણ હાજર હતા. બેઠકમાં નવી સરકારની રચના, કેબિનેટમાં ભાજપ અને તેના સહયોગીઓને સ્થાન આપવા અને શપથગ્રહણની તૈયારીઓ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાના અહેવાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *