દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આજે લિકર પોલિસી કેસમાં પૂછપરછ માટે તપાસ એજન્સી ED સમક્ષ હાજર નહીં થાય. AAP સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે મધ્યપ્રદેશના સિંગરૌલીમાં રેલી માં હાજરી આપવાના છે.
EDએ કેજરીવાલને 30 ઓક્ટોબરે પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. આ અંગે આજે સવારે 9 વાગે કેજરીવાલે EDને જવાબ મોકલીને કહ્યું હતું કે આ નોટિસ ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત છે.
કેજરીવાલે કહ્યું કે આ નોટિસ ભાજપના ઈશારે મોકલવામાં આવી છે, જેથી તેમને ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે જતા રોકી શકાય. EDએ આ નોટિસ પાછી ખેંચી લેવી જોઈએ.