18 વર્ષ પછી શાહિદ કપૂરને ભેટી કરીના

આજથી જયપુરમાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) 2025 શરૂ થઈ ગયો છે, જ્યાં ઘણા બોલિવૂડ સેલેબ્સ આવી રહ્યા છે. આ દરમિયાન, IIFA પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કરીના કપૂર ખાન શાહિદ કપૂરને ગળે લગાવતી જોવા મળી રહી છે.

એટલું જ નહીં, કરીનાએ રોકાઈને શાહિદ સાથે વાત પણ કરી અને સાથે ઊભા રહીને પોઝ પણ આપ્યા. આ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો પણ તેના પર ભારે કમેન્ટ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું, ‘ગીતા અને આદિત્ય’, બીજાએ લખ્યું, ‘ઓએમજી, શાહિદ અને કરીના મારા ફેવરિટ છે.’, ત્રીજાએ લખ્યું, ‘જબ વી મેટ 2’, આ સિવાય, ઘણા અન્ય યુઝર્સે બંનેને સાથે જોઈને ખુશી વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *