કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ સામેની ટિપ્પણીને લઇને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. રૂપાલાની ટિકિટ રદ કરવા રાજ્યભરમાં રાજપૂત સમાજ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરે છે. ક્ષત્રિય સમાજની સ્ત્રીઓએ જૌહર કરવા પડે તોય કરવાનું જણાવ્યું છે. ત્યારે અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ નામ લીધા વગર ટ્વીટ કરીને રૂપાલા પર પ્રહાર કરતાં જણાવ્યું છે કે, ‘મારી બહેનો..તમારા દામન પર દાગ લગાડનારા લોકો સામે જૌહર કરવાની જરૂર નથી’, ‘હજુ જવતલિયાઓ ઘણા જીવે છે…’
અમરેલીના પૂર્વ ધારસભ્ય અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રૂપાલાનું નામ લીધા વગર કટાક્ષ કરતી કવિતા ટ્વીટ પર લખી છે. જેમાં ધાનાણીએ લખ્યું છે કે.
‘અહંકાર, હમેશાં હારે છે’
રોટી, બેટી, રાજ અને ધર્મના રક્ષકો ને
કાયમી કોખમાં ઉછેરનારી દેશની દરેક
‘માતૃ શક્તિ’ ને વંદન..
દેશની દીકરીઓના દામનને દાગ લગાડનારા
વિરુદ્ધ ‘જૌહર’ની જરૂર નહી પડે..
‘જવતલિયા’ હજુ તો જીવે છે..!