ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝનમાં આવેલા બ્રિજ નંબર 545ના મેન્ટેનન્સ કામ અને પૂર્વ મધ્ય રેલવેના સમસ્તીપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગનાં કામ ચાલી રહ્યા છે. જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેને લઈને બ્યાવર, અજમેર, બેતિયા, સગૌલી, બાપુધામ મોતિહારી, ચકિયા અને મહેસીનો સ્ટેશન પર ટ્રેન જશે નહીં.
મળતી માહિતી અનુસાર 13 જૂન, 2024 ના રોજ પોરબંદરથી ઉપડનારી ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર મોતિહારી એક્સપ્રેસ, અજમેર ડિવિઝનમાં બ્રિજના મેન્ટેનન્સ કામને લીધે તેના નિર્ધારિત રૂટ મારવાડ- અજમેર-ફુલેરાના બદલે ડાઈવર્ટ કરેલા રુટ જોધપુર- મેડતા-ડેગાના થઈને સમસ્તીપુર ડિવિઝનમાં તેના નિર્ધારિત રુટ નરકટિયાગંજ-બાપુધામ મોતિહારી- મુઝફ્ફરપુરના બદલે ડાઈવર્ટ કરેલા રુટ નરકટિયાગંજ-સિકટા-રક્સૌલ-સીતામઢી-મુઝફ્ફરપુર થઈને જશે.