J&Kના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા પર ફાયરિંગનો પ્રયાસ

જમ્મુમાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પર બુધવારે મોડી સાંજે ફાયરિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અબ્દુલ્લા ગ્રેટર કૈલાશ વિસ્તારમાં એક લગ્ન સમારોહમાં પહોંચ્યા હતા. તેમની સાથે જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરી પણ હાજર હતા.

ઘટનાનો સીસીટીવી પણ સામે આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે જ્યારે ફારૂક અબ્દુલ્લા લગ્નમાંથી જઈ રહ્યા હતા ત્યારે હુમલાખોર કમલ સિંહ જમ્વાલે પાછળથી આવીને અબ્દુલ્લાના માથા પર બંદૂક તાકી દીધી અને ગોળી ચલાવવાનો પ્રયાસ કર્યો.

જોકે, તેમની સાથે હાજર સુરક્ષાકર્મીઓએ તેમને બચાવી લીધા અને હુમલાખોરને પકડી લીધો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને હુમલા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *