જેતપુર પોલીસે 52 લોકોને સર્ચ કરતા એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ

જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલી આંતકવાદી હુમલાની ઘટનાને ધ્યાને લઈ ભારત સરકારે ભારત દેશમાં ઘુસણખોરી કરતા અન્ય દેશના લોકોને શોધી પોતાના દેશમાં પરત મોકલવા અને પોતાના દેશમાં પરત નહિ જનાર ઘુસણખોરી કરતા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહિ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

દરમિયાન રાજકોટ જિલ્લાના જેતપુર શહેર ખાતે પોલીસ દ્વારા 52 જેટલા શંકાસ્પદ લોકોને સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાંથી એક બાંગ્લાદેશી મહિલા ગેરકાયદેસર રહેતી હોવાનું સામે આવ્યું હતું. જેતપુરની ગુજરાતી વાડીમાં જીમખાના મેદાન પાછળ દિનેશભાઇ ખોડાભાઇ પઘડાર સાથે રૂકશાબેન નામની મહિલા કોઇપણ પ્રકારના વિઝા કે સરકારની મંજુરી વગર ગેરકાયદેસર રીતે રહેતી હોવાનું સામે આવ્યું હતું.

આ મહિલાની તપાસ કરતા તેનું નામ રૂકશાના સદરૂદિન મહમદ ગુલામમિયાની હોવાનું સામે આવ્યું હતું જેની પાસેથી કોઈ પણ અઢાર પુરાવા મળી આવ્યા ન હતા અને તેની તપાસ કરતા તેના પરીવારના સભ્યનું બાંગ્લાદેશનું ચુંટણી પંચ મતદાર ઓળખકાર્ડ મળી આવ્યું છે. હાલ પોલીસે શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાને નજર કેદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં પોલીસે બે દિવસમાં 1250થી વધુ લોકોને સર્ચ કરી 9 મહિલા સહીત 13 બાંગ્લાદેશી લોકોને ઝડપી પાડી નજર કેદ રાખી સરકારમાં રિપોર્ટ કરી આગળ ડિપોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *