જેતપુર પાલિકાની આજે અગત્યની મીટિંગમાં વિવિધ કમિટીઓની રચના કરાશે. ભાજપે સતા સંભાળ્યા બાદ પ્રથમ વખત વિવિધ સમિતિની રચના માટે મીટિંગ મળી રહી છે. જેતપુરમાં ધારાસભ્ય જયેશ રાદડિયા અને ટેક્સટાઇલ એસો.ના પ્રમુખ જયંતીભાઈ રામોલીયાની મહેનતના લીધે પાલિકામા ભાજપને 32 સભ્ય સાથે સ્પષ્ટ બહુમતી મેળી છે ત્યારે હવે કમાણી વાળી કમીટી મેળવવા માટે સભ્યો લોબિંગ કરી રહ્યા છે.
જો કે હાઇકમાન્ડ કોઈ પણ સભ્યો નારાજ ન થાય અને સિનિયોરીટી તેમજ લાયકાત પ્રમાણે સભ્યની, સમિતિના ચેરમેનની વરણી કરનાર હોવાનું જાણવા મળ્યું છે. જેમાં કારોબારી બાંધકામ. વોટરવર્કસ, ગાર્ડન, સેનિટેશન જેવી મહત્વની અને કમાણીવાળી સમિતિના ચેરમેનપદ મેળવવા સભ્યો મહેતન કરી રહ્યા છે ત્યારે આજે સોમવારે જેતપુર નગર પાલીકાના પ્રમુખ મેનાબેન રાજેશભાઈ ઉસદડીયાના અધ્યક્ષસ્થાને મળનારી બેઠક મહત્વની બની રહેશે તેમાં બે મત નથી.