જેતપુર શહેરની દાયકાઓ જૂની પ્રતિષ્ઠિત સંસ્થા જેતપુર જીમખાનાની વર્ષ ૨૦૨૫ થી ૨૦૨૮ માટે કારોબારી કમીટીની નિમણુંક જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી અને સાથે સર્વે હોદેદારોની વરણી કરવામાં આવી હતી. હવે નવી સમિતિ આગામી ચાર વર્ષ માટે મહત્વના નિર્ણયો લઇ જીમખાનાના વિકાસની નવી ગાથા રચશે.
નવી વરાયેલી કારોબારી કમીટીમાં જેતપુર જીમખાનાના પ્રમુખ પ્રવિણભાઈ ગજેરા, ઉપપ્રમુખ પ્રવિણભાઈ ક્યાડા, સેક્રેટરી ચંદુલાલ ઠુંમર, જોઇન્ટ સેક્રેટરી મહાવીરભાઈ પટેલ, ખજાનચી શિવલાલભાઈ સુરાણી, જોઇન્ટ ખજાનચીસંજયભાઇ વેકરીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી.
જયારે કારોબારી કમીટીના સભ્યો તરીકે વસંતભાઇ પટેલ, જયંતીભાઇ રામોલીયા, ડૉ. પ્રિયવ્રતરાય જોશી, દિલીપભાઇ દેસાઇ, જતીનભાઈ વડાલીયા, ભરતભાઇ વેકરીયા, જીતેન્દ્રભાઈ વડાલીયા, કિરીટભાઈ બાલધા, ભાવેશભાઈ રૈયાણીની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી. હવે નવા વરાયેલા હોદેદારો અને સભ્યો, નવ નિયુક્ત પ્રમુખ પ્રવિણભાઈ ગજેરાના નેજા હેઠળ આગામી દિવસોમાં સમયની માંગ મુજબ સંસ્થાના સર્વાંગી વિકાસના કાર્યોની સાથે લોક ઉપયોગી કામગીરી બજાવશે.