JEE મેઇન-2025 પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. પરીક્ષા ઓનલાઈન હશે. પરીક્ષા બે પેપર માટે લેવામાં આવશે. પેપર 1 BE-B.Tech અને પેપર-2 B.Arch/B.Pharma માટે હશે. પેપર-1 22, 23, 24, 28 અને 29 જાન્યુઆરીએ લેવામાં આવશે, જ્યારે પેપર 2, 30 જાન્યુઆરી, 2025 ના રોજ લેવામાં આવશે. આ પરીક્ષા માટે નોંધણી કરાવનાર વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને સંપૂર્ણ સમયપત્રક ડાઉનલોડ કરી શકે છે. કોર્સ સહિતની તમામ જરૂરી માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
પરીક્ષા બે પાળીમાં લેવામાં આવશે. પ્રથમ પાળીની પરીક્ષા સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી ચાલશે. બીજી પાળીની પરીક્ષા બપોરે 3 થી 6:30 દરમિયાન લેવામાં આવશે. ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર એડમિટ કાર્ડ અને ફોટો આઈડી પ્રૂફ સાથે રાખવાનું રહેશે. NTA પરીક્ષાના લગભગ 10 દિવસ પહેલા પરીક્ષા સિટી સ્લિપ જાહેર કરશે, જે ઉમેદવારો તેમના નોંધણી નંબર અને જન્મ તારીખનો ઉપયોગ કરીને ડાઉનલોડ કરી શકશે. પરીક્ષાના લગભગ 4 દિવસ પહેલા એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવશે. જોકે, સિટી સ્લિપ અને એડમિટ કાર્ડ જાહેર કરવાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. પરીક્ષા કેન્દ્રના શહેર વિશેની માહિતી સિટી સ્લિપ દ્વારા આપવામાં આવે છે.