જાપાની કંપની SMBC યસ બેંકમાં 20% હિસ્સો ખરીદી શકે છે

જાપાની કંપની સુમિતોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશન (SMBC) ભારતની ખાનગી ક્ષેત્રની બેંક યસ બેંકમાં મોટો હિસ્સો ખરીદવાનું પ્લાનિંગ કરી રહી છે. આ માટે, SMBC એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સાથે વાતચીત શરૂ કરી છે.

યસ બેંકમાં SBI 23.97% હિસ્સો ધરાવે છે જેમાંથી તે 20% હિસ્સો SMBCને વેચી શકે છે. આ સાથે, SMBC યસ બેંકના અન્ય શેરધારકો પાસેથી 6-7% હિસ્સો ખરીદી શકે છે.

આ પછી, SMBC યસ બેંકમાં 51% હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફરની પ્રક્રિયા શરૂ કરશે. જો આ ડીલ થાય છે તો તે ભારતીય બેંકિંગ સેક્ટરમાં સૌથી મોટા સંપાદનોમાંનું એક હશે.

યસ બેંકના અન્ય રોકાણકારો જેમ કે એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા, ICICI અને HDFC બેંક પણ તેમનો હિસ્સો વેચી શકે છે. આ બેંકો યસ બેંકના કુલ 7.36% શેર ધરાવે છે.

આ ઉપરાંત, એડવેન્ટ અને કાર્લાઇલ (9.2% અને 6.84% શેર) પણ ઓપન ઓફર દ્વારા તેમના શેર વેચી શકે છે. સરકારી કંપની LIC પાસે યસ બેંકમાં 3.98% શેર છે, જે આ ડીલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *