સોશિયલ મીડિયાના અમર્યાદ ઉપયોગથી યુવાપેઢી સત્ત્વહીન બની રહી હોવાની જૈનાચાર્યને ચિંતા

ગિરનારની ગોદમાં ગિરનાર દર્શન ખાતે જૈન મુનિ પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી અને મુનિ પ્રેમદર્શનવિજયજીની પાવન નિશ્રામાં વિવિધ વિષયો પર પ્રવચનો યોજાઈ રહ્યા છે.

આ પાવન અવસરે પંન્યાસ પદ્મદર્શનવિજયજીએ હિતોપદેશ દ્વારા જણાવ્યું હતું કે, હિન્દુ રાષ્ટ્રનું મૂલ્ય સમગ્ર વિશ્વમાં મોખરે છે. હિન્દુસ્તાનમાં મૂલ્યો, મર્યાદાઓ અને સભ્યતાઓનું માળખું અન્યત્વ મજબૂત છે. મૂલ્યોની જાળવણી થવી જોઈએ. ન્યાય, નીતિ, સદાચાર અને પ્રામાણિકતા વગેરે મૂલ્યો છે. પશ્ચિમીકરણનાં કારણે મૂલ્યોનું માળખું ધ્વસ્ત થવા લાગ્યું છે. શીલ, સદાચાર અને સત્વનાં કારણે આ દેશ મહાન છે. આજે પણ સૌરાષ્ટ્રમાં આ મૂલ્યો જીવતાં જોવા મળે છે. ટી.વી., ઈન્ટરનેટ, મોબાઈલ, વોટ્સએપ, ઈન્સ્ટ્રાગ્રામ, ફેસબુક વગેરે દ્વારા યુવાપેઢી સત્ત્વહીન બનતી જાય છે. આખો દિવસ યુવાપેઢીના હાથમાં મોબાઈલ નામનું રમકડું હોય છે. જ્યારે જુઓ ત્યારે તેઓ એમાં જ વ્યસ્ત હોય છે. મોબાઈલ યુવાપેઢીનો પર્યાય બન્યો છે. જીવનની મૂલ્યવાન સમય તેઓ મોબાઈલને સમર્પિત કરી રહ્યા છે. કુટુંબ, પરિવાર, સમાજ અને રાષ્ટ્રની જાણે કે એમને કોઈ જવાબદારી જ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *