રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ સસ્પેન્ડેડ એ.ટીપીઓ જયદિપ ચૌધરીએ જેલમાંથી છૂટવા જામીન અરજી કરી છે. TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં જામીન પર છૂટવા માટે અરજી કરી છે જે અંગે આગામી 19 નવેમ્બરના રોજ તેની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, ગત તા. 25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ TRP ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા જે અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે.
ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીત વિગોરા, ટીપી શાખાના એન્જિનિયર અને એટીપીઓ જયદીપ ચૌધરી, રાજેશભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ રાઠોડ સામે ગુનો નોંધાયો છે.