રાજકોટ થોરાળા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ખાનગી રાહે હકિકત મળેલ કે દુધ સાગર રોડ રિધ્ધી સિધ્ધી સોસાયટી શેરી નંબર-7માં રહેતાં નુરઅહેમદ હામીમભાઈ સુભાણીયા પોતાના ઘરે બહારથી ગ્રાહકો બોલાવી જુગાર કલબ ચલાવે છે જે બાતમીનાં આધારે સ્થળે દરોડો પાડી મકાન માલિક નુરઅહેમદ હામીમભાઇ સુભાણીયા (ઉ.વ.34), ઓસમણભાઈ ઉમરભાઈ નોડે (ઉ.વ.34), તિરે રામરાજ કશ્યપ (ઉ.વ.30), સંતોષકુમાર રામકૃષ્ણ કશ્યપ (ઉ.વ.25), રાજેશભાઇ શીવરાજકુમાર કુસ્વા (ઉ.વ.32) અને 2 મહિલા સહીત તમામને જુગાર રમતા ઝડપી પાડ્યાં હતાં. પોલીસે મોબાઈલ સહિત રૂ.5,580નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.