ઇઝરાયલે 5 હમાસ કમાન્ડરોને મોતને ઘાટ ઉતાર્યા

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 21મો દિવસ છે. દરમિયાન હમાસે દાવો કર્યો છે કે ઇઝરાયલના હુમલામાં 50 બંધકોનાં મોત થયાં છે. આ પહેલાં હમાસે દાવો કર્યો હતો કે ઇઝરાયલના હુમલામાં 20 બંધકો માર્યા ગયા છે. ખરેખરમાં, 7 ઓક્ટોબરે હમાસના આતંકીઓ 200 થી 250 ઇઝરાયલ અને વિદેશી નાગરિકોને બંધક બનાવીને ગાઝા લઈ ગયા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 4 બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે.

આ તરફ ઇઝરાયલ કહ્યું કે તેણે હમાસ ઈન્ટેલિજન્સના ડેપ્યુટી હેડ શાદી બરુદને મોતને ઘાટ ઉતાર્યો છે. તેણે ઇઝરાયલ પર હુમલો કરનાર મુખ્ય કમાન્ડર યાહ્યા સિનવાર સાથે મળીને કામ કર્યું હતું.

હમાસના નેતાઓ ગુરુવારે મોડી રાત્રે રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યા હતા. આ માટે ઇઝરાયલે રશિયાની નિંદા કરી હતી. રશિયન સમાચાર એજન્સી RIA અનુસાર, હમાસના સિનિયર નેતા અબુ મરઝૂક ડેવિગેશન સાથે મોસ્કો પહોંચ્યા હતા. રશિયાએ પહેલાં જ કહ્યું છે કે આ યુદ્ધ અમેરિકન વિદેશ નીતિની નિષ્ફળતા છે. અમેરિકા પેલેસ્ટાઈનનાં હિતોની અવગણના કરી રહ્યું છે.

અમેરિકાએ ગુરુવારે સીરિયામાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ બેઝ પર એરસ્ટ્રાઈક કરી. અમેરિકાએ તેને ઈરાક અને સીરિયામાં તેમની સેના પર થયેલા હુમલાનો બદલો ગણાવ્યો હતો. અમેરિકન અધિકારીઓએ કહ્યું કે આ હુમલાનો આદેશ રાષ્ટ્રપતિ બાઈડેન દ્વારા આપવામાં આવ્યો હતો, જેથી અમેરિકા સંદેશ આપી શકે કે તે તેની સેના પરના હુમલાને સહન કરશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *