સીરિયા પર ઈઝરાયેલનો હવાઈ હુમલો, 15ના મોત

ગુરુવારે, ઇઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસ અને તેની નજીકના વિસ્તાર પર હવાઈ હુમલા કર્યા હતા. જેમાં 15 લોકોના મોત થયા હતા અને 16 લોકો ઘાયલ થયા હતા. સીરિયાની સરકારી એજન્સી SANAએ આ જાણકારી આપી છે.

દમાસ્કસના માજેહ વિસ્તારમાં અને કુદસયા ઉપનગરમાં બે ઇમારતો પર હુમલો કરવામાં આવ્યો હતો. માજેહમાં પાંચ માળની ઈમારતના ભોંયરાને મિસાઈલથી ખરાબ રીતે નુકસાન થયું હતું.

ઈઝરાયેલની સેનાએ કહ્યું કે તેણે ઈસ્લામિક જેહાદ ઓર્ગેનાઈઝેશનના મથકોને નિશાન બનાવ્યા છે. સૈન્યના જણાવ્યા મુજબ, સંગઠન 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ સાથે મળીને હુમલામાં સામેલ હતું, જેમાં 1,200 થી વધુ ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા અને 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *