મનપા પાસે રૂ.1659 કરોડના બાકી લેણાની ઉઘરાણી કરતું સિંચાઇ તંત્ર

રાજકોટ શહેરમાં નર્મદા પાઇપલાઇન અને સૌની યોજના હેઠળ કરવામાં આવતા પાણી વિતરણના બિલની ઉઘરાણી માટે સિંચાઇ વિભાગે ફરી ધોકો પછાડ્યો છે અને મહાનગરપાલિકાને રૂ.1659 કરોડની ઉઘરાણીનું બિલ પાઠવ્યું છે. જેમાં સૌની યોજનાના રૂ.227 કરોડ ઉપરાંત સિંચાઇ વિભાગના રૂ.487.75 કરોડ, જીડબલ્યુઆઇએલના રૂ.936.84 કરોડ અને પાણી પુરવઠા બોર્ડના રૂ.7.11 કરોડનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટને જ્યારથી સૌની યોજના હેઠળ નર્મદાના નીર આપવાના શરૂ કરાયા હતા ત્યારે રાજ્ય સરકારે સૌની યોજના હેઠળ નર્મદાના નીર મફત મળશે તેવી જાહેરાત કરી હોવાથી હજુ સુધી મહાનગરપાલિકાએ બિલ ન ભર્યાનું સૂત્રોએ જણાવ્યું છે. સિંચાઇ વિભાગના પત્રમાં જણાવ્યા અનુસાર મનપા દ્વારા લાંબા સમયથી આજી-1, ન્યારી-1, ભાદર-1 અને લાલપરીની બાકી નીકળતી રકમ ભરપાઇ કરાઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *