ભારતીય રેલવે અને આઈ.આર.સી.ટી.સી દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના દેશ’ અંતર્ગત ધાર્મિક પ્રવાસનું આયોજન કર્યું છે. જેમાં રાજકોટથી ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા દક્ષિણ દર્શન યાત્રા’ શરૂ કરવામાં આવનાર છે. આ યાત્રા તા. 21 જુનથી 01 જુલાઈ (10 રાત્રી / 11 દિવસ) રાજકોટથી પ્રસ્થાન થશે. આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુરથી બેસી શકશે. આ યાત્રા દરમિયાન ભારત ગૌરવ ટ્રેન દ્વારા ‘તિરુપતિ બાલાજી, રામનાથ સ્વામી જ્યોતિર્લિંગ મંદિર, મીનાક્ષી મંદિર, કન્યાકુમારી, પદ્મનાભસ્વામી મંદિર અને ઉડુપીમાં શ્રી કૃષ્ણ મંદિર’ના દર્શન કરવાનો લાભ મળશે.
આ પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ઈકોનોમી ક્લાસ (સ્લીપર) માટે રૂ. 20,350, કમ્ફર્ટ ક્લાસ -3AC માટે રૂ. 36,450 અને કમ્ફર્ટ ક્લાસ – 2AC માટે રૂ. 44,600ના દર નક્કી કર્યા છે. પ્રવાસમાં IRCTC દ્વારા LTC સુવિધા પણ અપાઇ છે. IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલ ટૂર પેકેજમાં બુકિંગ શરૂ થઈ ગયું છે, હવે પેકેજ ‘બુક કરો EMI’થી આ સુવિધા ફક્ત ઓનલાઇન બુકિંગ માટે ઉપલબ્ધ છે. IRCTC ની વેબસાઇટ (www.irctctourism.com) પર લોગીન કરી ઓનલાઈન ટૂર પેકેજ યાત્રિકો બુક કરી શકે છે.