ઈરાન અને તેના સાથી દેશો પરના હુમલા મામલે ઈરાનના સુપ્રીમો આયાતુલ્લાહ ખામેનીએ શનિવારે ઇઝરાયલ અને અમેરિકાને જડબાતોડ જવાબ આપવાની ધમકી આપી હતી. ટ્વીટર પર પોસ્ટ કરતા ખામેનીએ લખ્યું કે ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાનો બંને દેશોને કરારો જવાબ મળશે.
ખામેનીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાનના અધિકારીઓ ઇઝરાયલ પર વધુ એક હુમલાની ચેતવણી આપી ચૂક્યા છે. ખરેખરમાં ઇઝરાયલે 26 ઓક્ટોબરે ઈરાનના સૈન્ય મથકો પર હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં ઈરાનના ઓછામાં ઓછા 5 લોકો માર્યા ગયા હતા.
હુમલા બાદ પણ ખામેનીએ એક નિવેદન જાહેર કર્યું હતું. આ નિવેદનમાં ખામેનીએ કહ્યું હતું કે ઇઝરાયલના હુમલાને ઓછો આંકવો જોઈએ નહીં. તેમણે ઇઝરાયલને ઈરાનના યુવાનોની તાકાત બતાવવાની પણ વાત કરી હતી