ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે મંગળવારે સવારે યુએસ પ્રમુખ ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. જોકે, તે થોડા કલાકોમાં જ તૂટી ગઈ.
યુદ્ધવિરામ શરૂ થયાના લગભગ અઢી કલાક પછી ઈરાને ઇઝરાયલ પર 6 બેલિસ્ટિક મિસાઇલો છોડી. એક મિસાઇલ બેર્શેબા શહેરમાં એક ઇમારત પર પડી, જેમાં 5 લોકો માર્યા ગયા, જ્યારે 20થી વધુ ઘાયલ થયા.
ઈરાની હુમલાના જવાબમાં ઇઝરાયલે તેની સેનાને તેહરાન પર હુમલો કરવાનો આદેશ આપ્યો. થોડા સમય પહેલા ઇઝરાયલે ઈરાનની રાજધાની તેહરાનમાં એક રડાર સાઇટ પર હુમલો કર્યો. ઇઝરાયલી આર્મી રેડિયોએ હુમલાની પુષ્ટિ કરી છે.
તાજેતરના હુમલા પછી, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂને ફોન કરીને ઈરાન પર હુમલો રોકવા કહ્યું. અલ જઝીરાના અહેવાલ મુજબ, નેતન્યાહૂએ ટ્રમ્પને કહ્યું, ‘હું હુમલો રોકી શકતો નથી, કારણ કે ઈરાને પહેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે અને તેનો જવાબ આપવો જરૂરી છે.
બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 12મા દિવસે આજે સવારે 3:32 વાગ્યે ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. સવારે 10:38 વાગ્યે તેમણે બીજી પોસ્ટ કરી અને લખ્યું- “અત્યારથી સિઝફાયર લાગું થાય છે, પ્લીઝ તેને ન તોડો.”