IPO ના પબ્લિક શેરહોલ્ડિંગ નિયમોમાં ફેરફાર

નાણા મંત્રાલય હેઠળ આવતા ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ (DEA) એ દેશમાં ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ એટલે કે IPO સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. સરકારે સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) નિયમ-1957 માં ફેરફાર કરીને મોટી કંપનીઓ માટે મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગની મર્યાદાને 5% થી ઘટાડીને 2.5% કરી દીધી છે.

13 માર્ચે જાહેર કરાયેલા આ નોટિફિકેશન પછી હવે રિલાયન્સની જિયો પ્લેટફોર્મ્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) જેવી મોટી કંપનીઓ માટે પોતાનો IPO લાવવો સરળ બનશે. સેબીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ ફેરફારોને મંજૂરી આપી હતી, જેને હવે સરકારે અંતિમ મંજૂરી આપી છે.

કંપનીની વેલ્યુના આધારે નક્કી થશે કેટલો હિસ્સો વેચવો જરૂરી

નવા નિયમો અનુસાર, કંપનીઓને તેમની લિસ્ટિંગ પછીની વેલ્યુના આધારે અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે.

₹1,600 કરોડ સુધીની કંપનીઓ: આવી કંપનીઓએ ઓછામાં ઓછા 25% શેર પબ્લિક માટે જાહેર કરવા પડશે.

₹1,600 કરોડથી ₹4,000 કરોડ સુધી: આવી કંપનીઓએ ઓછામાં ઓછા ₹400 કરોડની કિંમતના શેર ઓફર કરવા પડશે.

₹4,000 કરોડથી ₹50,000 કરોડ સુધી: આવી કંપનીઓએ ઓછામાં ઓછા 10% શેર જાહેર કરવા પડશે. જોકે, લિસ્ટિંગના 3 વર્ષની અંદર તેમને પોતાની પબ્લિક શેરહોલ્ડિંગ વધારીને 25% કરવી પડશે.

₹50,000 કરોડથી ₹1 લાખ કરોડ સુધી: આટલા વેલ્યુએશનવાળી કંપનીઓએ ઓછામાં ઓછા ₹1,000 કરોડ અથવા 8% શેર ઓફર કરવા પડશે. તેમને પણ 3 વર્ષમાં પબ્લિક શેરહોલ્ડિંગ 25% સુધી લઈ જવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *