IPLના આગમનથી અન્ય ફોર્મેટને અસર થઈ

વન-ડે ક્રિકેટના પ્રથમ 37 વર્ષમાં 31 વખત 350થી વધુનો સ્કોર બન્યો હતો. છેલ્લાં 17 વર્ષમાં 350 પ્લસનો સ્કોર 145 વખત થયો છે, જે આના કરતાં 4.6 ગણો વધુ છે. આ શક્ય બન્યું કારણ કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 17 વર્ષ પહેલાં 2008માં શરૂ થઈ હતી. આ લીગે બેટર્સ સ્કોરિંગ રેટમાં ઝડપથી વધારો કર્યો.

IPL પછી જ મેન્સ ODIમાં પ્રથમ બેવડી સદી ફટકારવામાં આવી હતી, જેનો આંકડો હવે 12 પર પહોંચી ગયો છે. T20 ટીમની સંખ્યા 16થી વધીને 103 થઈ. તે જ સમયે, ટેસ્ટ ફોર્મેટ રસપ્રદ બન્યું, ટીમે ડ્રોને બદલે પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું, જેના કારણે 80% મેચમાં પરિણામ આવી રહ્યાં છે.

T20 ઈન્ટરનેશનલ 17 ફેબ્રુઆરી 2005ના રોજ શરૂ થઇ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પ્રથમ મેચ રમ્યા. 2 વર્ષ પછી, આ ફોર્મેટનો વર્લ્ડ કપ રમાયો, જે ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં જીત્યો. બીજા જ વર્ષે, ભારતમાં ક્રિકેટની પ્રથમ ફ્રેન્ચાઇઝી ટુર્નામેન્ટ, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થઈ. જેણે ક્રિકેટની વ્યાખ્યા બદલી નાખી.

2010 સુધી 6 વર્ષમાં 17 દેશો T20 ઈન્ટરનેશનલ રમતા હતા. એક વર્ષમાં સરેરાશ 33 મેચ હતી અને ટીમ 6 વર્ષમાં સરેરાશ માત્ર 12 મેચ રમી હતી. પછીનાં છ વર્ષમાં, દર વર્ષે મેચની સરેરાશ સંખ્યા વધીને 63 થઈ અને ટીમની સંખ્યા વધીને 21 થઈ. પરંતુ વાસ્તવિક પરિવર્તન 2017થી થયું. ત્યારથી T20 રમી રહેલી ટીમ 5 ગણી વધીને 103 થઈ ગઈ છે. દર વર્ષે મેચની સરેરાશ સંખ્યા પણ 280 પર પહોંચી ગઈ છે.

નેપાળ, મોંગોલિયા, જર્સી જેવા વિશ્વના ઘણા નાના દેશોએ ટી-20 ફોર્મેટ સાથે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. આ ફોર્મેટ સાથે ક્રિકેટ એક વૈશ્વિક રમત બની રહી છે અને હવે તેને 2028 ઓલિમ્પિકમાં પણ સામેલ કરવામાં આવી છે. 2024 T20 વર્લ્ડ કપની યજમાની પણ વેસ્ટ ઈન્ડિઝની સાથે અમેરિકા જેવા દેશ કરશે. જ્યાં રગ્બી, બાસ્કેટબોલ અને બેઝબોલ જેવી રમતોનું વર્ચસ્વ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *