IOCએ 2036 ઓલિમ્પિક માટે બોલી પ્રક્રિયા અટકાવી

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલ (IOC)એ 2036 ઓલિમ્પિક રમતોના આયોજન માટે બોલી લગાવવાની પ્રક્રિયા અટકાવી દીધી છે. જેના કારણે ભારત દ્વારા રમતોના આયોજનનો નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો છે.

IOC પ્રમુખ ક્રિસ્ટી કોવેન્ટ્રીએ ગુરુવાર, 26 જૂનના રોજ જણાવ્યું હતું કે – ‘એક્ઝિક્યુટિવ બોર્ડના તમામ સભ્યોએ આ પ્રક્રિયા બંધ કરવાનો અને તેની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. અમે તેના પર પુનર્વિચાર કરવા માટે એક કાર્યકારી જૂથ બનાવીશું.’ 41 વર્ષીય ક્રિસ્ટીએ લૌઝેનમાં એક્ઝિક્યુટિવ બોર્ડની પ્રથમ બેઠક યોજી હતી.

ગયા વર્ષે 1 ઓક્ટોબરના રોજ, ભારત સરકારે IOCને એક પત્ર લખીને રમતોનું આયોજન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ અંગેનો નિર્ણય આવતા વર્ષ સુધીમાં આવવાની અપેક્ષા હતી.

યજમાનો 2032 સુધી નિશ્ચિત, 2036 માટે બોલી લગાવવામાં આવશે 2032 માટે ઓલિમ્પિક યજમાનો નક્કી થઈ ગયા છે. 2032 ઓલિમ્પિક ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનને સોંપવામાં આવ્યા છે. જ્યારે 2028 ઓલિમ્પિક લોસ એન્જલસમાં યોજાવાના છે.

અત્યાર સુધીમાં ભારતે 2 એશિયન ગેમ્સ અને એક કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું ભારતે અત્યાર સુધીમાં 3 મલ્ટી-સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કર્યું છે. દેશે છેલ્લે 2010 માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. આ પહેલા 1982 અને 1951 એશિયન ગેમ્સ પણ ભારતમાં યોજાઈ ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *