ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજાર ઉછાળા સાથે બંધ થયું

ઈરાન અને ઇઝરાયલે યુદ્ધ વિરામ માટે સહમતિ દર્શાવી હોય તેવો દાવો ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા બાદ તેમજ સ્થાનિક સ્તરે ચોમાસુ સામાન્ય રહેતાં વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા દેશનો જીડીપી અંદાજ વધારવામાં આવતા આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું.

ઈરાન-ઇઝરાયલ વચ્ચે સીઝફાયરની સહમતિનો ટ્રમ્પનો દાવો, ક્રૂડના ભાવોમાં 7.2%નો ઘટાડો, એસએન્ડપી ગ્લોબલે ભારતનો જીડીપી ગ્રોથ રેટ 2025-26 માટે વધારી 6.5% કર્યો તેમજ એશિયન, યુરોપિયન અને અમેરિકન શેરબજારમાં ઉછાળાની અસર અને ફેડ દ્વારા વ્યાજના દરો જુલાઈમાં ઘટવાના અંદાજોએ આજે ભારતીય શેરબજારમાં ગઈકાલના ઘટાડા બાદ નીચા મથાળેથી ફંડોની લેવાલી નોંધાતા રીકવરી જોવા મળી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડ ચીફ પોવેલ દ્વારા સેનેટ અને હાઉસ સમક્ષ વ્યાજ દરમાં ઘટાડો કરવાનો સંકેતો સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કર્યા બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.54% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.71% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, આઈટી, ટેક અને ફોકસ્ડ આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4144 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1339 અને વધનારની સંખ્યા 2662 રહી હતી, 143 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 10 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 7 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *