INTACHની 40 વર્ષની યાત્રાનું પ્રદર્શન યોજાયું

ઇન્ડીયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH)એ ભારતના સાંસ્કૃતિક વારસા અને વિસરાતી જતી વિરાસત માટે કામ કરતી એક સ્વાયત્ત સંસ્થા છે. જેના રાજકોટ ચેપ્ટર દ્વારા તા.21થી 23 જૂન દરમિયાન અનોખા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં INTACH સંસ્થાની 231 શાખા દ્વારા છેલ્લા 40 વર્ષમાં કરાયેલા સાંસ્કૃતિક જાળવણીના કાર્યની નોંધ, વિગત, ફોટો તેમજ માહિતી પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં આ પ્રદર્શનમાં મુખ્યત્વે દેશભરના વિવિધ રાજ્યો અને જિલ્લા,ગામમાં આવેલ સ્થાપત્ય, શિલ્પ, બાંધકામ તેમજ નૃત્ય, નાટ્ય, સંગીત અને હાથવણાટ જેવી પરંપરાગત શૈલીની કલાઓ અને કલાકારો તેમજ સ્થાપત્યના જતન અંગે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ તેની વિસ્તૃત દસ્તાવેજી માહિતી રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ કહ્યું હતું કે, આ પ્રદર્શનની શહેરના અંદાજે 300 થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *